10 અહંકારમાં રહેલો હર્ષશોક

અહંકારમાં રહેલો હર્ષશોક

ગનુષ્ટુપ્‌ શોજ્રર્ષભયદ્રનેઘત્તોભમોદસ્યણઞાર્ય: ।
SEHR EVITA TA WAT ATA: ॥ ર્‌ ॥

ટીકા : શોક (દુઃખ), હર્ષ (પ્રસન્ન ad), ભય (ડરવું), લોભ, મોહ, સ્પૃહા (ઇચ્છા), જન્મ, મૃત્યુ આદિ શબ્દથી કર્તૃત્વભોક્તૃત્વાદિ, એ સમગ્ર ધર્મ અહંકારમાં દેખાય છે, આત્મામાં દેખાતા નથી, કેમ કે સુષુપ્તિ-સમાધિ આદિ અવસ્થામાં આત્મા છે, પણ જો અહંકાર લીન થયો છે, તો સુખદુઃખાદિ ધર્મ પ્રતીત થતા નથી ને જાગ્રતમાં અહંકારમાં સુખદુઃખાદિ પ્રતીત થાય છે; માટે તે ધર્મ અહંકારમાં છે ને આત્મા નિર્વિકાર છે. એવો સદ્ગુરુ જ્યારે બોધ કરે, ત્યારે શિષ્ય વિચાર કરી દેહનું અજ્ઞાન મૂકી “હું બ્રહ્મસ્વરૂપ છું’ એવો નિશ્ચય કરે અને સંસારદુઃખથી મુક્ત થાય; પણ દષ્ટાંતમાં જેમ જંગલના સિંહના ઉપદેશ વિના પેલા અજ્ઞ સિંહને “હું બકરો છું’ એવું ખોટું જ્ઞાન થયું હતું, તેમ અજ્ઞાની જીવાત્માએ પણ સદગુરુના ઉપદેશ વિના પંચીકરણ ર૩ અનાદિકાળના ભ્રમથી (ભૂલથી) દેહ છે તે જ હું છું, એમ માની લીધું છે. એ રીતે પ્રથમ ચોપાઈના પૂર્વાર્ધમાં અનાદિકાળના અજ્ઞાનથી જીવને દેહનો આભાસ થયો છે તેનું વર્ણન કર્યું. હવે ઉત્તરાર્ધમાં દેહાધ્યાસનું ફળ જન્મમરણાદિ સંસાર થાય છે, તેનું વર્ણન આવે છે.