81 અસત્ તથા અભાન આવરણ
અસત્ તથા અભાન આવરણ
શિષ્ય : અસત્ આવરણ તથા અભાન આવરણ કોને કહેવાય તે કૃપા કરી કહો. ગુરુ : હે શિષ્ય ! તને કોઈ પૂછે કે, “તું આત્માને જાણે છે !’ ત્યારે તું એમ કહે છે કે, “આત્મા છે ક્યાં કે હું આત્માને જાણું ?’ એટલે આત્મા છે પણ ALG અને આત્મા દેખાતો પણ નથી એવું તારું કહેવું છે. તેમાં આત્મા છે નહિ, એનું નામ ‘અસદાવરણ’ અને આત્માં દેખાતો નથી એમ જે કહે છે; એનું જ નામ ‘અભાનાવરણ’ જાણવું. હવે આત્મા છે નહિ અને ભાસતો પણ નથી એવું જેણે જાણ્યું, તે જ તું આત્મા છે વળી એમ કહે છે કે, “હું આત્મા નથી, હું મનુષ્ય કર્તાભોક્તા છું, મને કાંઈ પ્રશ્ન-ઉત્તર આવડતો નથી,’ ઇત્યાદિ જે અજ્ઞાનનાં કાર્યો તે બધાને તું જાણવાવાળો છે; માટે અજ્ઞાન જે ત્રીજો કારણદેહ તેથી વિલક્ષણ તું જુદો આત્મા જ્ઞાનરૂપ છે; માટે તે અજ્ઞાનરૂપ કારણદેહ તું નથી એમ જાણ. શિષ્ય : અજ્ઞાનરૂપ કારણદેહ હું નથી તેમાં પ્રમાણ શું તે કહો. ગુરુ : ત્રણ પ્રકારે કરીને કારણદેહથી આત્મા જુદો છે એવો જે વિદ્દાનનો અનુભવ તને બતાવ્યો, તે જ અનુભવ પ્રમાણ છે. શ્રુતિમાં પણ આત્મા સૂર્યની પેઠે સ્વપ્રકાશ છે ને અજ્ઞાનથી ભિન્ન છે એમ નિરૂપણ કર્યું છે; માટે વિચાર કરીને “હું ત્રીજા કારણદેહથી જુદો છું’ એમ નિશ્ચય કરવો. એ રીતે કારણદેહનું નિરૂપણ કરી તે કારણદેહનાં આઠ તત્ત્વો સત્તરમી ચોપાઈમાં કહે છે.