102 અસત્યથી થતું દુઃખ

અસત્યથી થતું દુઃખ

ગુરુ : સાચું હોય તે જ દેખવામાં આવે ને સાચાથી જ સુખદુઃખ થાય એવો કાંઈ નિયમ નથી. અસત્ય પણ દેખવામાંઆવે છે ને અસત્યથી સુખદુઃખ પણ થાય છે. જેમ સ્વપ્ન અસત્ય છે ને દેખાય છે, તથા તેનાથી સુખદુઃખ પણ થાય છે; જેમ શુક્તિમાં કલ્પિત રૂપું ને રજ્જુમાં કલ્પિત સર્પ અસત્ય છે, તો પણ દેખાય છે અને તેનાથી સુખદુઃખ પણ થાય છે; જેમ મૃગજળ તથા આકાશમાં નીલતા અસત્ય છે અને દેખાય છે તેમ જગત અસત્ય છે, તો પણ દેખાય છે; તેથી સાચું જ દેખાય એમ કાંઈ નથી.