109 અશાસ્રીય દ્વૈત

અશાસ્રીય દ્વૈત

હવે અશાસ્ત્રીય Bet બે પ્રકારનું છે : એક તીવ્ર ને બીજું મંદ. તે બંનેમાં કામક્રોધાદિકને તીવ્ર અને મનોરાજયને મંદ કહ્યું છે. તે બંનેનો Et તત્ત્વબોધ થયાની પહેલાં જ ત્યાગ કરવો; કેમ કે તત્તતબોધ થવા સારુ તત્ત્વબોધનાં ચાર સાધન કહ્યાં છે. તેમાં એક તો વિવેક (આત્મા સત્ય છે ને તે વિના સર્વ અસત્ય છે), બીજું વૈરાગ્ય (આ લોકના તથા પરલોકના ભોગની અનિચ્છા), ત્રીજું પટ્સંપત્તિ; તેમાં ૧. શમ (વાસનાનો ત્યાગ), ૨. દમ (બાહ્યેદ્રિયોનો નિગ્રહ), ૩. Gul (પ્રપંચથી નિવૃત્તિ), ૪. તિતિક્ષા (steele de ધર્મોની સહનતા), પ. શ્રદ્ધા (બ્રહ્મનિષ્ઠ ગુરુનાં તથા વેદાંતશાસ્ત્રનાં વાક્યોમાં ભક્તિ), ૬. સમાધાન ષટ્સંપત્તિ (ચિત્તની એકાગ્રતા) : એ છ મળીને ત્રીજું સાધન અને ચોથું મોક્ષેચ્છા (હું સંસારનાં બંધનથી મુક્ત થાઉં એવી ઇચ્છા). એ રીતે આત્મજ્ઞાનનાં ચાર સાધનોમાં ત્રીજું સાધન ષટ્સંપત્તિ કહી છે. તેમાં પ્રથમ શમરૂપ સાધન કહ્યું. તેથી કામ-ક્રોધાદિકના ત્યાગરૂપ વાસનાનો ત્યાગ કહ્યો છે ને સમાધાનરૂપ છઠ્ઠું સાધન કહ્યું. તેથી મનોરાજ્યના ત્યાગરૂપ ચિત્તની એકાગ્રતા કહી છે, તેથી પ્રથમ સાધન-અવસ્થામાં કામક્રોધાદિકનો ત્યાગ કરીને બોધ પ્રાપ્ત કરવો.