110 અશાસ્રીય દ્વેતનો ત્યાગ
અશાસ્રીય દ્વેતનો ત્યાગ
શિષ્ય : બોધ સિદ્ધ થવા સારુ બોધ થવા પહેલાં કામાદિ અશાસ્ત્રીય ક્વૈતનો ત્યાગ કરવો એમ તમે કહ્યું તે ઠીક છે. પણ તત્ત્વબોધ થયા પછી તે ગ્રહણ કરે તો તેમાં શો બાધ છે એમ શંકા પેદા થાય, તો તેનું શું સમાધાન છે તે કહો. ગુરુ : બોધ થયા પછી પણ જીવન્મુક્તતા સિદ્ધ થવા સારુ તેનો ત્યાગ કરવો; કેમ કે કામક્રોધાદિરૂપ ક્લેશથી જે બંધનવાળો
છે, તેને જીવન્મુક્તિ સિદ્ધ થતી નથી એ બાધ છે. શિપ્ય : હે મહારાજ | જન્મ-મરણાદિ દુઃખ જેમાં છે એવા સંસારથી હું ઘણો ખેદ પામેલો છું; તેથી જન્માદિ દુઃખ જેમાં નથી
એવી અત્યંત મોક્ષસુખરૂપ વિદેટમુક્તિ મને પ્રાપ્ત થશે તેથી હું કૃતાર્થ થઈશ. અહીં જીવીએ ત્યાં સુધી રહે એવી જીવન્મુક્તિ મારે જોઈતી નથી. ગુરુ : કામકરોધાદિકનો ત્યાગ કરીને જો હું જીવન્મુક્તિ સંપાદન કરીશ, તો આ લોકના મારા ભોગ જતા રહેશે એવા ભયથી જ્યારે જીવન્મુક્તિને તું મૂકી દે છે, ત્યારે હું વિદેહમુક્ત ઈશ તો મારા સ્વર્ગના ભોગ જતા રહેશે એવા ભયથી વિદેહમુક્તિને પણ તું મૂકી દઈશ, જેથી સ્વર્ગમાત્ર તને પ્રાપ્ત થશે, પણ જન્માદિ gra વિદેઢમુક્તિ પ્રાપ્ત નહિ થાય. શિષ્ય : સ્વર્ગના સર્વ ભોગ નાશવંત છે, સાતિશય છે ને ભોગને અંતે સ્વર્ગથી અધઃપાત થાય છે ઇત્યાદિ સ્વર્ગમાં અનેક દોષ રહ્યા છે તેથી હું તેનો ત્યાગ કરીશ; સ્વર્ગની મને અપેક્ષા નથી. ગુરુ : જ્યારે સ્વર્ગમાં ક્ષય અને સાતિશયાદિ દોષ છે તેથી સ્વર્ગનો ત્યાગ કરે છે, ત્યારે પોતે સ્વાભાવિક દોષરૂપ ધર્માદિ સર્વ પુરુષાર્થનો નાશ કરનારા ને અત્યંત દુઃખ દેનારા જે કામક્રોધાદિક તેનો ત્યાગ કેમ નથી કરતો ? શિષ્ય : વૈરાગ્યાદિ સાધનથી અતિ અનર્થના કારણરૂપ કામાદિકનો મેં ત્યાગ કરેલો છે, ત્યારે આ લોકમાં ભોગમાત્રને ઉપયોગી કામાદિકનું ગ્રહણ કરવાથી કયો દોષ છે તે કહો.