134 અવશ્યભાવિ દુઃખ અનિવાર્ય છે

અવશ્યભાવિ દુઃખ અનિવાર્ય છે

 

ટીકા : અવશ્ય થવાના જે પ્રારબ્ધ કર્મના ફળભોગ તેને મટાડવાનો કોઈ પણ જો ઉપાય હોત, તો નળ, યુધિષિર તથા રામચંદ્ર સર્વ રાજ્યથી રહિત થઈને વનવાસ આદિ દુઃખ
ભોગવત નહિ.

માટે જ્ઞાની અથવા અજ્ઞાની ગમે તે હોય; તોપણ તેનાથી દેહનું પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વગર નિવૃત્ત થવાતું નથી; અને જ્ઞાનીનાં બાકી સંચિત આદિ કર્મો છે, તે જ્ઞાન થયાથી જ નિવૃત્ત
થાય છે. તે ઉપર શ્રુતિના અર્થરૂપ પ્રમાણિક પુરુષનું વાક્ય કહે છેઃ
કર્મનિવૃત્તિ વિષે પ્રમાણ
Wet ભોમતો નફ્યેત્‌ We WAT cE ।
wt faa વર્મ તય્જેષિપ્રિયવારિનોઃ ॥
ટીકા : પ્રારબ્ધ કર્મ ભોગવવાથી જ નિવૃત્ત થાય છે અને બાકી જે સંચિત કર્મ છે તે જ્ઞાનથી નષ્ટ થાય છે અને જ્ઞાનીનાં બીજાં જે શરીર સંબંધી શુભાશુભ ક્રિયમાણ કર્મ થાય છે, તે જ્ઞાની સાથે દ્વૈષ કરવાવાળા તથા સ્નેહ કરવાવાળાઓને જાય છે. એટલે જે જ્ઞાનવાન બ્રહ્મનિષ્ઠની ભક્તિથી સ્તુતિ તથા પૂજન-સેવન કરે છે, તે તેનાં પુણ્યકર્મને ગ્રહણ કરે છે; અને જે તેની નિંદા તથા દ્વેષ કરે છે, તે તેનાં અશુભ કર્મોને ગ્રહણ કરે છે, એવું alari પણ કહ્યું છે. માટે પ્રારબ્ધ કર્મનાં ફળરૂપ સુખ-દુઃખાદિ ભોગ દેહ ભોગવે છે, તેનો પ્રકાશક હું અભોક્તા પરબ્રહ્મ છું, એ રીતે જે પુરુષ અનુભવથી નિશ્ચય કરી જાણે છે, તે જીવન્મુક્ત કહેવાય છે; એટલે તે દેહ છતાં જ મુક્ત છે; માટે “હું દેહ છું’ એ બુદ્ધિ મૂકી “હું આત્મા બ્રહ્મરૂપ છું’ એવો નિશ્ચય કરવો. હવે “દેહ હું છું’ એવું જે માનવું તે દોષરૂપ છે અને આત્માનો જે બોધ છે, તે મહાપુણ્યરૂપ છે એ પ્રકારનું વર્ણન કરે છે.