94 અજ્ઞાનને નિવૃત્ત કરતું વિશેપ જ્ઞાન

અજ્ઞાનને નિવૃત્ત કરતું વિશેપ જ્ઞાન

જેમ નદીનું પાણી ચોમાસાના દિવસમાં માટીથી મલિન થાય છે, તે પાણીને નિર્મળ કરવા સારુ વાસણમાં લઈને તેમાં તિર્મળીફળ (કતક)નો ભૂકો કરી નાખે છે ત્યારે તે કતકરેણુ પાણીના મળને નીચે બેસાડીને પોતે પણ તેની સાથે જ નીચે બેસી જાય છે ને પાણીને નિર્મળ કરે છે, તેમ ગુરુશાસ્રના ઉપદેશથી ઉત્પન્ન થયેલું વિશેષ જ્ઞાન અજ્ઞાનને મટાડી પોતે પણ નિવૃત્ત થાય છે. એટલે એક સામાન્ય જ્ઞાનરૂપ આત્મા અવશેષ રહે છે. વળી જેમ sisal મથનથી તેમાં વિશેષ અગ્નિ ઉત્પન્ન થઈને રસોઈ આદિ જે કાર્યો તેને સિદ્ધ કરી, કાજને બાળી ભસ્મ કરી, તે વિશેષ અગ્નિ સામાન્ય અગ્નિમાં લય પામે છે, તે જ પ્રમાણે વિશેષ જ્ઞાન અજ્ઞાનને નિવૃત્ત કરવારૂપી કાર્ય કરીને સામાન્ય જ્ઞાનમાં લય પામે છે, માટે Bd થતું નથી. એ રીતે વિશેષ જ્ઞાનરૂપ ચોથા મહાકારણ દેહનો પ્રકાશક તું આત્મા શુદ્ધ સ્વરૂપ છે એમ સિદ્ધ થયું. હવે તે મહાકારણ દેહનાં જે તત્ત્વો છે તે તને કહું છું, તે તું કાન વિના શ્રવણ કર. શિષ્ય : હે મહારાજ ! કાન વિના શી રીતે સંભળાય ? ગુરુ : વગરસમજ્યે; કાનથી સાંભળ્યું તે ન સાંભળ્યા બરાબર છે. મહાકારણદેહનાં તુરીય અવસ્થા આદિ આઠ તત્ત્વો નિરૂપણ કર્યા છે, તેમનાં નામ કેવળ કાનથી સાંભળે. પણ તે તુરીય આદિ નામોનો અર્થ અનુભવપૂર્વક એકાગ્ર ચિત્તથી ધારણ કર્યા વિના સમજાતો નથી; માટે અનુભવ સહિત વિચારપૂર્વક એકાગ્ર ચિત્તથી સાંભળવું તે કાન વિના સાંભળવું એમ જાણવું; પણ કાન વિના શબ્દ સાંભળો એમ કાંઈ કહેવાનો અભિયાય નથી.