28 અજ્ઞાનનિવૃત્તિ વિષે પ્રમાણ

અજ્ઞાનનિવૃત્તિ વિષે પ્રમાણ

 

બહુ કાળનું અજ્ઞાન તથા તેથી થયેલ દેહાધ્યાસ અને કર્મો છે; પણ “અહં બ્રહ્માસ્મિ’ એવો પ્રત્યક્ષ જ્ઞાનરૂપી પ્રકાશ જે વખતે થાય, તે જ વખતે તે અજ્ઞાનાદિની નિવૃત્તિ થાય છે. તેમાં વેદનાં વચન (વાક્યો) પ્રમાણ છે. તેઓનો અર્થ નીચે પ્રમાણે છેઃ દેવને જાણીને સર્વ પાશ (બંધ) નિવૃત્ત થાય છે.’ “બ્રહ્મને જાણવાવાળો પરમપદ પ્રાપ્ત કરે છે.’ “તે આત્માને જાણીને જ મૃત્યુને તરે છે. મોક્ષ થવાને જ્ઞાન વિના બીજો કોઈ પણ માર્ગ છે નહિ.’ તેમ જ જ્ઞાનથી સર્વ પાપાદિક કર્મો નાશ પામે છે, એમ શ્રીભગવાને પણ ગીતામાં કહ્યું છે :

ગનુષ્ટુપ્‌ સથેઘાસિ સમિજ્ધોડમ્નર્ભસ્તસાત્‌ જુસ્તેડસુન |
સ્ઞાનાડ્તિ: સર્વજર્માળિ sera Hea તથા ॥

ટીકા : હે અર્જુન | જેમ જવાલાથી પ્રજવલિત થયેલો અગ્નિ કાષ્ઠોને બાળીને ભસ્મરૂપ કરી મૂકે છે, તેમ જ નિરંતર અભ્યાસથી પ્રબળ થયેલો જે જ્ઞાનાગ્નિ તે પણ પાપ, પુણ્ય અને
મિશ્રરૂપ સર્વ કર્મો ભસ્મ (નષ્ટ) કરે છે.શિષ્ય : હે મહારાજ ! તમે કહ્યું કે આત્માના જ્ઞાનથી જ મોક્ષ થાય, પણ તે આત્માનું જ્ઞાન મને કયા પ્રકારે થાય, જેથી હું મુક્ત થાઉ ? એ રીતે શિષ્યની આકાંક્ષા જોઈને ચોપાઈના ઉત્તરાર્ધથી ગુરુ ઉત્તર આપે છે.