122 અજહતી લક્ષણા

અજહતી લક્ષણા

બીજી અજહતી લક્ષણા છે. તેમાં સર્વ અર્થનું ગ્રહણ થાય છે, કાંઈ ત્યાગ થતો નથી. તેનું ઉદાહરણ : જેમ કે “શોણો ધાવતિ’ એટલે “લાલ દોડે છે’ ત્યાં જેમ કેવળ લાલ ગુણને દોડવું ઘટે નહિ, ત્યારે લાલ ગુણ જેમાં છે એવો ઘોડો દોડે છે, તેથી લાલ ગુણ તથા લાલ ગુણ જેમાં છે એવો ઘોડો આદિ સર્વનું ગ્રહણ થાય છે. તે માટે આ દષ્ટાંતે નિરૂપણ કરેલી અજહતી લક્ષણા મહાવાક્યમાં સંભવે નહિ; કેમ કે તેથી પદનો વાચ્યાર્થ તથા બીજો કાંઈ અદિક અર્થ એ બંને અંશનું ગ્રહણ થાય છે અને મહાવાક્યમાં તો તત્‌ ત્વંપદના વાચ્યાર્થનો ત્યાગ કરી કેવળ લક્ષ્યાર્થને ગ્રહણ કરવો છે.