12 અંધના ઉદાહરણનો સિદ્ધાંત

અંધના ઉદાહરણનો સિદ્ધાંત

આંધળાને ઠેકાણે અજ્ઞાની સમજવો. કિલ્લાને ઠેકાણે ચોરાશી લક્ષ યોનિ સમજવી. દરવાજાને ઠેકાણે મનુષ્યદેહ જાણવો. ખરજને વિષયસુખ સમજવું. એ રીતે અજ્ઞાની જીવ ચોરાશી લક્ષ યોનિમાં ફરતો ફરતો મનુષ્યદેહરૂપી મુક્તિના દરવાજામાં આવ્યો, ત્યારે બ્રહ્મનિષ્ઠ ગુરુના ઉપદેશથી પોતાનું સ્વરૂપ જાણી ચોરાશી લક્ષ યોનિમાંથી નીકળી મોક્ષસુખ પામી શકે એમ છે, પણ અજ્ઞાનરૂપી અંધતાથી આ મનુષ્યદેહ મુક્તિનું દ્વાર છે, તેમાં મોક્ષનું સાધન કરવું જોઈએ એમ જાણતો નથી અને નાના પ્રકારના વિષયભોગ તથા અસદાચરણરૂપી ખરજથી આખું આયુષ્ય વ્યર્થ કાઢે છે. જેમ દાદર ઉપર ખરજ ઘણી મીઠી લાગે છે, તેમ નાના પ્રકારના વિષયભોગ ભોગવવા અતિશયપ્રિય લાગે છે; તેથી મરવા સુધી પણ તે Callie આસક્તિ મૂકીને પરમેશ્વરમાં પ્રીતિ કરતો નથી. એમ કરતાં પ્રાણ ગયા એટલે મનુષ્ય દેહરૂપી મોક્ષદ્વાર ગયું અને ચોરાશી લક્ષ યોનિરૂપી કિલ્લો હાથ આવ્યો. તેમાં બળદ, ઘોડાં, ગધેડાં આદિ પશુનાં શરીર ધારણ કરી મહાદુઃખ ભોગવે છે ! જે પશુ ઉપર ભાર નાખી લાકડી મારીને ચલાવે છે, તે પશુને કોઈ ઘાસ આપે તો ખાય ને પાણી આપે તો પીએ. એ રીતે તે પશુને પોતાને સ્વાધીન કાંઈ પણ વ્યવહાર થઈ શક્તો નથી. અરેરે ! એ કેવાં દુઃખી થાય છે ! ચાલતાં-ચાલતાં થાકી જાય, તોપણ કહી ન શકે કે હું થાકી ગયેલ છું, કે મારાથી ચલાતું નથી; તેથી કેવલ તે દુઃખ ભોગવે છે. મનુષ્યદેહ પામીને આત્મજ્ઞાન સંપાદન ન કર્યું, તેનું ફળ એ છે કે, ચોરાશી લક્ષ યોનિમાં તે ફરે છે અને ફરી ફરીને જન્મમરણ પામે છે; માટે મનુષ્યદેહ પ્રાપ્ત થયો છે તેમ છતાં જે પુરુષ મોક્ષ પામવાનું સાધન કરતો નથી ને અધર્મથી કેવળ વિષયભોગમાં જ સમગ્ર આયુષ્ય ગાળે છે, તે પુરુષ મનુષ્યદેહ નષ્ટ થયા પછી પણ પશુ આદિ દેહ ધારણ કરી મોટાં દુઃખ ભોગવે છે. “પ્રબોધસુધાકર’ નામના ગ્રંથમાં શ્રીમત્‌ શંકરાચાર્ય ગુરુએ કહ્યું છે :